આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન ચલાવાઈ રહ્યું હતું. ત્યારે આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્વૈચ્છિક લોડ વધારવાનો સરકારે નિર્ણય લીધો છે. બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે છે. કિસાન સંઘે ધરણા પર ઉતરવું પડ્યું તેનું દુઃખ છે. કિસાન સંઘના આગેવાનો સાથે બેસીને કેટલાક નિર્ણયો કર્યો છે. ચર્ચાથી જ પ્રશ્નોનો ઉકેલ આવે છે. બેઠક પછી કિસાન સંઘનું આંદોલન સમેટાયું હોવાનો દાવો જીતુ વાઘાણીએ કર્યો હતો.