Satya Tv News

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાન
વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન
છેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી

અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન પહોંચ્યુ છે.આ વર્ષે ચોમાસામાં પ્રમાણસર વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોને ડાંગરની ખેતીમાં રસકસ જોવા મળી રહ્યો હતો પણ છેલ્લા ત્રણ દિવસના વરસાદે સારી સીઝનની આશા પર પાણી ફેરવી દીધુ હતુ.

અંકલેશ્વર હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકની કાપણીની કામગીરી તૈયારી ચાલી રહી હતી.અંકલેશ્વર તાલુકામાં અંદાજે ૨૨૦૦ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો છે. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે ૧૩૦૦ હેકટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતુ. મોટેભાગે પૌવાની બનાવટમાં ઉપયોગમાં લેવાતી ડાંગરની આ જાતોની વાવણી થઈ હતી.

આ વર્ષે અંકલેશ્વર હાંસોટ તાલુકા ખેતરોમાં મોટા પ્રમાણમાં ડાંગરના ઉભા પાકમાં રસ કસ જોવા મળ્યો હતો.ઉભા પાકની કાપણી સમયસર પુર્ણતા તરફ આગળ વધતા ખેડૂતોએ રાહત અનુભવી હતી પરંતુ પાછોતરા વરસાદે ડાંગરના ઉભા પાકને નષ્ટ કર્યો હતો. મોટા ભાગના ખેતરોમાં ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો હતો તેમજ ખેતરોમાં વરસાદી પાણીએ ભરડો લીધો હતો.

સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે. જોકે ગત સિઝનમાં પાછોતરા વરસાદે ભારે નુકશાન પહોંચાડ્યુ હતુ.આ સીઝનમાં તેનુ પુનરાવર્તન થયુ હતુ. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે કુદરતી કારણોસર ખેતી પાકના નુકશાની વળતર ચૂકવવામાં સરકારે અત્યાર સુધી પીછે હઠ કરી છે. ત્યાં વધુ એક વખત ખેડૂતોએ આર્થિક નુક્શાન ભોગવવુ પડશે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: