Satya Tv News

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. સતત વધતી માંગના કારણે કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો દિવાળી પહેલા પહેલા CNG ગેસના ભાવમાં વધારો થયો છે.

દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં ભડકો

સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો

કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 2950એ પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2400એ પહોંચી ગયા છે.

તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચવાની સપાટી પર પહોંચી ગયો છે. સીગતેલનો નવો ભાવ રૂપિયા 2950 થયો છે. તો 100 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2400 થયો છે.

આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામામ આવતા ભાવ 2950એ પહોંચ્યા છે. તો આગામી ટૂંકાગાળામાં ફરી રૂપિયા 50નો વધારો થઈ શકે છે. જે બાદ સિંગતેલના ભાવ ફરી 3 હજારે પહોચે તેવી શક્યતાઓ છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સીએનજીના ભાવમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં CNG ગેસમાં રૂપિયા 3નો વધારો થઈ શકે છે. દિવાળી પહેલા CNG ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. જો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો થશે તો ભાવ 88 રૂપિયાએ પહોંચી જશે.

error: