રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે શાહબાઝ અહેમદ ડેબ્યૂ કરી રહ્યો છે. રૂતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈની જગ્યાએ શાહબાઝ અહેમદ અને વોશિંગ્ટન સુંદર રમી રહ્યા છે. તો સાઉથ આફ્રિકાની ટીમમાં આજે ટેમ્બા બાવુમાની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર,વોશિંગ્ટન સુંદર શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
કેશવ મહારાજ (કેપ્ટન) , ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પર્નેલ, લુન્ગી એન્ગિડી, કાગિસો રબાડા અને તબરેઝ શમ્સી/માર્કો યાન્સેન.
દુનિયાની કોઈપણ રમતમાં કોઈપણ ટીમ હારવા માગતી નથી. હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવી લેવો અથવા તો તેની બરાબરી કરવી કોઈ જ ટીમને ગમે નહિ. પરંતુ આજે રાંચીના JSCA સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાની સામે યોજાનારી વન-ડે મેચમાં ભારતને આ ખતરો છે. આ ઉપરાંત ભારત હાર્યું હતું સિરીઝ પણ ગુમાવી દેશે. જાણો ટીમ ઈન્ડિયાની મેચ વિશે અને સંભવિત પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ.
વરસાદની આશંકા દિવસમાં છે. એટલે કે બપોરે 2 વાગ્યા સુધીમાં 51% વરસાદની સંભાવના છે. તો સાંજે 5 વાગ્યા પછી 20% જેટલી વરસાદની આશંકા છે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે.
રાંચીમાં અત્યાર સુધીમાં 5 વન-ડે મેચ રમાઈ છે. જેમાં ત્રણ વન-ડે મેચમાં 280+નો સ્કોર બન્યો છે. માત્ર એક વાર એવું બન્યું છે કે પહેલી બેટિંગ કરનાર ટીમે 260થી ઓછો સ્કોર નોંધાવ્યો હોય. વર્ષ 2013માં ઇંગ્લેન્ડ ભારત સામે 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ અહીં રમેલી પાંચેય વન-ડેમાં ચેઝ કર્યો છે. જેમાં બેમાં જીત મળી છે અને બેમાં હાર મળી છે. જ્યારે એકમાં મેચ અનિર્ણિત રહી હતી. વરસાદની સંભાવના છે એટલે જે ટીમ ટૉસ જીતશે એ પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લઈ શકે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ JSCA સ્ટેડિયમમાં પાંચ વન-ડે મેચ રમી છે. જેમાં તેણે 192ની એવરેજથી 384 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 1 અર્ધસદી સામેલ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ શિખર ધવન કરી રહ્યો છે. તેણે અહી 2 મેચમાં માત્ર 15 રન બનાવ્યા છે. તો કુલદીપ યાદવે 1 મેચમાં 3 વિકેટ ઝડપી છે. તો રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ધવલ કુલકર્ણી આ ગ્રાઉન્ડમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં એક નંબર પર સાથે છે.
ભારતીય ટીમ એક અણગમતો રેકોર્ડ બનાવવાથી અળગી રહેવા મેદાને ઊતરશે. જો ટીમ આજની મેચ હારી જશે, તો વન-ડેમાં સૌથી વધુ વખત હારનારી ટીમના લિસ્ટમાં શ્રીલંકાની સાથે ટૉપ પર આવી જશે.
ભારતીય ટીમ 2012થી સાઉથ આફ્રિકાની સામે ઘરઆંગણે કોઈ વન-ડે સિરીઝ જીત્યું નથી. આ મેચમાં જીત સાથે ભારત તેની હારનો અંત લાવવા માગે છે. સાથે જ આ મુકાબલામાં જીત સાથે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાની સામે વન-ડે ક્રિકેટમાં સતત ચાર હારના સિલસિલાને પણ બ્રેક લગાવવા ઊતરશે. ભારત 2020 પછી આ ફોર્મેટમાં સાઉથ આફ્રિકાને ઘરમાં અથવા તો ક્યારેય હરાવી શક્યું નથી.
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ,ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ/શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પર્નેલ/ એન્ડિલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લુન્ગી એન્ગિડી, કાગિસો રબાડા અને તબરેઝ શમ્સી/માર્કો યાન્સેન.