Satya Tv News

પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવવા માટે આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું.

મહત્વનું છે કે, પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. મોઢેરાને ભારતના સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરશે.

આજે સાંજે 4:30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે. સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે. રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

error: