Satya Tv News

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનની બાજુમાં ઝાડ પરથી લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જોકે યુવકની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી મનપાના ગાર્ડનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં યુવકનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ ઝાડ પર દોરી સાથે બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ઝાડ પર લટકતી હાલતમાં યુવકના મૃતદેહને જોતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

ભેસ્તાન વિસ્તારમાંથી યુવકના મળેલા મૃતદેહને લઈ અનેક પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પણ એક રહસ્ય બની રહ્યું છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો છે. યુવકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે આત્મહત્યા પ્રમાણે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા પોલીસ દ્વારા ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી લીધા બાદ તેની ઓળખ પરેડ કરવાની તૈયારી શરૂ કરી હતી. જોકે યુવક પાસેથી કોઈપણ પ્રકારના તેની ઓળખના પુરાવા મળી આવ્યા ન હતા. જેને લઇ યુવકની ઓળખ થઈ શકી ન હતી. સૌપ્રથમ યુવકની ઓળખ કરવાની દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે. ઓળખ થયા બાદ યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા તેનું ચોક્કસ નિષ્કર્ષ પોલીસ કરી શકે તેમ છે.

error: