Satya Tv News

પંજાબ પોલીસે છેલ્લા 10 દિવસમાં 17 લોકોની ધરપકડ કરીને 5 મોટા આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ ફોર્સે 3 ગ્રેનેડ અને એક IED પણ કબજે કર્યા છે. પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, લખબીર સિંહ ઉર્ફે લાંડા, હરવિંદર સિંહ ઉર્ફે રિંડા અને અર્શ દલ્લા જેવા ગુંડાઓ આતંકવાદી બની ગયા છે તેમના દ્વારા ચલાવવામાં આવતા ટેરર ​​મોડ્યુલને પોલીસ ટીમે ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ગિલે જણાવ્યું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સમર્થિત આતંકવાદી મોડ્યૂલના 3 સદસ્યોની 1 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક મોડ્યૂલનો પંજાબ પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યૂલનું સંચાલન કેનેડામાં રહેતો લખબીર અને પાકિસ્તાનમાં રહેતો હરવિંદર કરી રહ્યો હતો.

સુખચૈન સિંહે જણાવ્યું કે, ISI સમર્થિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદી મોડ્યૂલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેનું સંચાલન કેનેડા સ્થિત આતંકવાદી અને ગેંગસ્ટર અર્શદીપ કરી રહ્યો હતો. મોડ્યૂલના બે સદસ્યોની ચમકૌર સાહિબથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમૃતસર ગ્રામીણ પોલીસે 4 ઓક્ટોબરના રોજ ISI સમર્થિત નાર્કો-આતંકવાદ મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. તેમણે તેના મુખ્ય સદસ્યની ધરપકડ કરી લીધી છે. IGએ જણાવ્યું કે, 9 ઓક્ટોબરના રોજ ખાલિસ્તાન જિંદાબાદ ફોર્યના એક મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો જેનું સંચાલન જર્મનીમાં રહેતા ગુરમીત ઉર્ફે બગ્ગા કરી રહ્યો હતો.

error: