સુરતમાં ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરી
ચોરી કરનાર ઈસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો
૧૦ હજારની કિમતનો મોબાઈલ ફોન કબજે કર્યો
સુરતમાં ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરી કરનાર ઈસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦ હજારની કિમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન કાપોદ્રા પોલીસ મથકના પૃથ્વીરાજસિહ રવજીભાઈ મોરી, જયસુખભાઈ લાભાભાઈ વાવડીયાનાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉન પાટિયા ખાતે રહેતા શાહનવાઝ મોહીઝ અહેમદ સીદીકીને હીરાબાગ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ કબજે કર્યો હતો. પોલીસે મોબાઈલ અંગે પુરાવા માંગતા કોઈ પુરાવા મળી આવ્યા ના હતા. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે મોબાઈલ ફોન અવધ એક્સપ્રેસ ટ્રેનમાં વાપીથી બેસી અંકલેશ્વર સુધીની મુસાફરીમાં એક સુતેલા પેસેન્જરનો મોબાઈલ ફોન ચોરી કરી ટ્રેનમાંથી ઉતરી બસમાં બેસી હીરાબાગ સર્કલ પાસે ઉતર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે આરોપી રાત્રીના સમયે ટ્રેનમાં મુસાફરી વખતે સુતેલા મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત