Satya Tv News

સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટકમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાનો ઈનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર વિભાજિત ચુકાદો આપ્યો હતો

આજે હિજાબ વિવાદનો ખંડિત ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખી, હિજાબ ઉપરના પ્રતિબંધ સામેની અપીલ નામંજૂર કરી છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઈકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતો ઠરાવ પણ રદ્દ કર્યો છે. ખંડપીઠના બન્ને જજના અલગ અલગ મંત્વ્યથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે ત્યારે સપાના એક સાંસદનું વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે.
હરહંમેશ પોતાના નિવેદનનોને લઈને ચર્ચામાં રહેનારા ઉત્તર પ્રદેશની સંભલ લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્હમાને છોકરીઓના બુરખાને લઈને ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, છોકરીઓ જો બુરખા વગર ફરશે તો સામાજિક દુષણ વધશે. તેમણે કહ્યું કે, હિજાબ હટવાથી પરિસ્થિતિ બગડશે અને આવારગી વધશે. જો હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો માત્ર ઈસ્લામ જ નહીં સમાજને પણ નુકસાન થશે. અમને આશા છે કે, સુપ્રીમ કોર્ટ આ મામલે યોગ્ય નિર્ણય લેશે. તેમણે ભાજપ પર વાતાવરણને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટકમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાનો ઈનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર વિભાજિત ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજીઓ ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ તેમને મંજૂરી આપી હતી. ચુકાદો સંભળાવતા જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે, આ મામલે મતભેદો છે. ખંડિત ચુકાદાને ધ્યાનમાં રાખીને બેન્ચે નિર્દેશ આપ્યો કે, હાઈકોર્ટના નિર્ણયને પડકારતી આ અરજીઓ મોટી બેંચની રચના માટે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવે.

આ અગાઉ શફીકુર્હમાન બર્કે વિશ્વ જનસંખ્યા દિવસના અવસર પર કહ્યું હતું કે, બાળક માણસ નહીં કુદરત પેદા કરે છે. બર્કે કહ્યું હતું કે, બાળકને જન્મ પેદા કરવાનો સબંધ માણસથી નથી કુદરત અને અલ્લાહથી છે. અલ્લાહ તાલા જ્યારે કોઈ બાળકના જન્મની ઈચ્છા વ્યક્ત કરે છે તો તેની સાથે તેના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરે છે.

શફીકુર્હમાને PFIને લઈને કહ્યું હતું કે, તે એક એવી સંસ્થા છે જેના પર NIA દરોડા પાડીને અત્યાચાર કરી રહી છે. તેમણે PFI વિરુદ્ધ થયેલી કાર્યવાહીનો વિરોધ કરતા પૂછ્યું હતું કે, અંતે તેમનો ગુનો શું છે. એટલું જ નહીં તેમણે તાજેતરમાં જ બેન કરવામાં આવેલ આ સંગઠનને મુસલમાનની મસીહા તરીકે ગણાવી હતી.

error: