Satya Tv News

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે

આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે: સીતારમણ

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, નાણામંત્રી સીતારમણ હાલમાં અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. તે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. આ કોન્ફરન્સમાં એક પત્રકારે તેમને ભારતીય રૂપિયા વિશે સવાલ કર્યો હતો. પત્રકારે પૂછ્યું, “ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે રૂપિયામાં નોંધપાત્ર અવમૂલ્યન જોવા મળ્યું છે. આવનારા સમયમાં રૂપિયા માટે તમે કયા પડકારો જોશો અને તમે તેનો કેવી રીતે સામનો કરશો ?

આ પત્રકારના જવાબમાં સીતારમણે કહ્યું, ‘સૌથી પ્રથમ, હું રૂપિયો ગગડી રહ્યો છે તે રીતે જોતો નથી, પરંતુ હું તે જોઉં છું કારણ કે યુએસ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ડૉલર મજબૂત થઈ રહ્યો છે. તેથી સ્વાભાવિક રીતે તે ચલણો તેની સરખામણીમાં નબળી હશે જેની સરખામણીમાં તે મજબૂત થઈ રહ્યો છે. ભારતીય રૂપિયો અન્ય ઊભરતાં બજારોની કરન્સીની સરખામણીમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, આરબીઆઈ રૂપિયાના ઘટાડાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. એક ડોલરની કિંમત 82.42 ભારતીય રૂપિયાની બરાબર થઈ ગઈ છે.

નાણામંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિપ્ટોકરન્સી વિશે પણ વાત કરી હતી. સીતારમને કહ્યું, “અમે ક્રિપ્ટોકરન્સી સંબંધિત બાબતોને G20 દેશોમાં ચર્ચા માટે લાવવા માંગીએ છીએ, જેથી સભ્યો તેના પર વિચાર કરી શકે અને વૈશ્વિક સ્તરે ફ્રેમવર્ક અથવા SOP પર પહોંચી શકે.” દેશોમાં તકનીકી રીતે સંચાલિત નિયમનકારી માળખું હોઈ શકે છે. આ સિવાય નાણામંત્રીએ વેપાર ખાધ પર પણ વાત કરી હતી.

વોશિંગ્ટન ડીસીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીને વિરોધીઓ સામે EDના દુરુપયોગ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આના પર સીતારમણે કહ્યું, ‘ઇડી જે કરે છે, તે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે એક એવી એજન્સી છે જે વિકટ ગુનાઓનો પીછો કરે છે. એવા દાખલા છે, જે ખૂબ જ જાણી શકાય તેવા છે અને જો EDના અધિકારીઓ કેટલાક પ્રથમદર્શી પુરાવાઓને કારણે ત્યાં જાય છે, તો તે તેમના હાથમાં છે

error: