Satya Tv News

સાવલી તાલુકાના ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે દારૂની હેરાફેરી થઈ રહી હતી

ચોક્કસ બાતમીના આધારે પોલીસે સિફ્ટ ગાડીમાં લઈ જવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો

પોલીસને જોઈ ગાડી ચાલક ગાડીને મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં ફરાર થઈ ગયો

વડોદરા શહેરમાં લાંબા સમયથી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી વડોદરા પોલીસ કામગીરી કરી રહી છે. શહેરમાં અસામાજીક તત્વોને રોકવા માટે વડોદરા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ શંકાસ્પદ ઈસમોની તપાસ કરી રહી છે. આ કામગીરીમાં વડોદરા પોલીસ સાથે એસીબીની ટીમ પણ કામે લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે એલસીબીની ટીમ દ્વારા મોટી માત્રામાં બિયરોના ટીન તેમજ વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર,ગઈકાલે વહેલી સવારના એલસીબીની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીની ટીમના સિદ્વરાજસિંહ સતુભાને બાતમી મળી હતી કે, એક સફેદ કરલની નંબર વગરની સ્વીફટ ગાડી ચાલક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે થઈ આવનાર છે. બાતમીની હકીકત જાણવા માટે એલસીબીની ટીમ સાવલી પોલીસ સ્ટેશનની હદના ઘંટીયાળ ગામે ખેતરોમાં જવાના રસ્તે નહરે ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા.

પેટ્રોલિંગ દરમિયાન બાતમીવાળી સ્વીફ્ટ ગાડી આવતા દૂરથી લાઈટના અજવાળે પોલીસને નાકાબંધી કરતા જોઈ જતા ગાડીના ચાલકે ગાડીને મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી ગયા હતા. જેની જાણ પોલીસને થતા તેઓ વાહન ચાલકને પકડવા જતા તે ભાગી ગયો હતો. બીજી બાજુ ચાલક મૂકીને ફરાર થયેલી સ્વીફટ ગાડીની પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસને મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસને સ્વીફ ગાડીમાંથી દારૂની બિયરના કુલ 25 પેટી જેમાં બિયરના 600 ટીન હતા. મળી આવેલા બિયરના ટીનની કિંમત રૂ.72000/- સાથે સ્વીફટ ગાડી મળી પોલીસ દ્વારા કુલ 4,72,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેની સાથે નાસી જનાર ઈસમ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરી સાવલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી આરોપીને સત્વરે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

error: