Satya Tv News

અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે સ્પર્ધા
શાળામાં ધો.૬ થી ૧૨ ની રંગોળી સ્પર્ધા યોજાઈ
શાળાના પ્રમુખના હસ્તે ઇનામ એનાયત

અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે શાળામાં ધો.૬ થી ૧૨ ની રંગોળી સ્પર્ધા ,કોડીયા ડેકોરેશન ,વેસ્ટ માથી બેસ્ટ,દિવાળી કાર્ડ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં નંબર આવનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે શાળાના પ્રમુખ સાહેબ ગુમાન સાહેબના વરદ હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, વહીવટદાર રસીલાબેન કુંભાણી મેડમ તથા શાળાના આચાર્ય ધનશ્યામભાઈ સાહેબ તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: