Satya Tv News

વિશ્વભરની કંપનીઓમાં છટણીનો દોર જારી છે ત્યારે એક મોટી ભારતીય કંપનીએ ગુજરાતના 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે. દેશની પાંચમી સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં 3,000 લોકોને નોકરી આપવા માટે રાજ્ય સરકાર સાથે કરાર કર્યાં છે.

ટેક મહિન્દ્રાએ મંગળવારે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. કંપની વતી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સી પી ગુરનાનીએ જણાવ્યું હતું કે આ કરારથી કંપની એન્ટરપ્રાઇઝિસની બદલાતી એન્જિનિયરિંગ જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બનશે.

ભારતીય આઇટી કંપની ટેક મહિન્દ્રાએ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે આ 3000 નોકરીઓ પૂરી પાડવાની યોજના તૈયાર કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેક મહિન્દ્રા ડિજિટલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરશે, જે બિઝનેસના લોકોને વધુ સંપર્કો બનાવીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પડકારો પર નજર રાખવા માટે સક્ષમ બનાવશે. તેઓ ડિજિટલ ઉત્પાદનો બનાવતી વખતે આવકના નવા સ્રોત બનાવવામાં સમર્થ હશે.

અમદાવાદમાં આગામી દિવસોએ ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ બનશે તેવું સામે આવ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. નંદકુમારે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં 6,000 લોકોને અને પરોક્ષ રીતે 12,000થી વધુ લોકોને રોજગારી મળશે

error: