Satya Tv News

ભરૂચના ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કરી ચોરી

સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી

ભરૂચના ભોલાવ આવેલ નારાયણ હાઉસિંગ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એક લાખ 53 હજાર ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા નારાયણ એવેન્યુ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળી તહેવાર મનાવવા બહાર ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 1.53 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા નારાયણ એવેન્યુ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રશાંત વિનાયક શુક્લા ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ-24મી ઓક્ટોબરના રોજ દેરોલ ખાતે તેઓના મોસાળમાં પરિવાર સાથે દિવાળી તહેવાર મનાવવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પાછળના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણા તેમજ 65 હજાર રોકડા મળી કુલ 1.53 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: