મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી.
મોરબીની દુઃખદ દુર્ઘટનામાં 144 લોકો મરણપામનાર ને તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે દુઃખ વ્યકત કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં ગામના લોકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં મોરબી ખાતે અત્યંત દુઃખદ અને આત્માને ઝંઝોવી નાખે તેવી મોરબીમાં આવેલ મચ્છુ ડેમ પાસે વષો જુનો ઝુલતો પુલ એકાએક ધરાશઈ થતાં અનેક લોકોની જીંદગી પાણીમાં ગરકાવ થઈ જતાં 144 જેટલા નાના મોટા એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જેમાં એકનાં એક વ્હાલસોઈ દિકરી-દિકરાઓ તેમજ પોતાના સ્વજનો ને ગુમાવ્યાં હતાં. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય જેવા ગમગમી ભયાઁ દ્રશ્યો જોતા દુઃખની લાગણી છવાય હતી.
આ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક દિવસ નિમિત્તે કોઈપણ પ્રકારની સરકારી કામગીરી કયાં વગર બંધ રાખી. આ દુઃખદ ઘટનામાં મરણ પામેલા તમામ લોકોની આત્માને ઈશ્વર શાંતવન આપે તેવી પ્રાર્થના સાથે શોકસભા રાખવામાં આવી હતી.તે સંદર્ભે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી.
આ શોકસભામાં ગામના સરપંચ કાલીદાસ વસાવા. તેમજ ગામના આગેવાન ભુપતસિહ કેસરોલા તથા જિલ્લા પંચાયત કારોબારી પદમાંબેન વસાવા અને ભુપેન્દ્રસિંહ રાઠોડ સાથે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.