Satya Tv News

હાંસોટ 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા
યુવાન પુત્ર ના અવસાન થી કુટુંબીજનોમાં તથા ગામમાં શોક સાથે ગમગીની છવાઇ
ગંભીર ઇજા થતાં સિવીલ હોસ્પિટલ ભરૂચ ખાતે મૃત્યું થયું

હાંસોટ તાલુકા ના કતપોર ગામના 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા થતાં સિવીલ હોસ્પિટલ ભરૂચ ખાતે મૃત્યું થયું હતું

     પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર હાંસોટ તાલુકાના કતપોર ગામની નવીવસાહત માં રહેતા 28 વર્ષીય યુવાન પોતાની મોટરસાયકલ Gj 06 AF 9402 લઈ હાંસોટ ખાતે પોતાના કામ અર્થે નિકળ્યો હતો ત્યારે રસ્તામાં અંભેટા પાટિયા થી વાસનોંલી વચ્ચે રોડ ની બાજુમાં ઝાડ સાથે તેની મોટર સાયકલ અથડાતાં માથાનાં ભાગે ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવીલ હોસ્પિટલમાં લઈ ગયેલ હતાં ત્યાં ડૉક્ટરે મરણ જાહેર કરવામાં આવ્યો હતો યુવાન પુત્ર ના અવસાન થી કુટુંબીજનોમાં તથા ગામમાં શોક સાથે ગમગીની છવાઇ ગઇ હતી 

વિડિઓ જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ

error: