Satya Tv News

અંકલેશ્વર GIDCમાં ફેરિક એમલ લીકવીડની ટાંકીમાં કામદાર પડતા મોત નીપજ્યું હતું. 16 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં કામદારનું સારવાર દરમિયાન પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર GIDCમાં પ્લોટ નંબર 2807/1 માં ફેરિક એલમ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. જેમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષીય કામદાર મુનેશ નાથુ કોલ રાવત કામ કરતો હતો. આ કામદાર ગત 20મી નવેમ્બરના રોજ સવારે કંપનીમાં કામ કરી રહ્યો હતો. આ સમયે પાણીની મોટર પમ્પ નીચે ઉતારતી વેળા તેનો પગ લપસી જતા તે ગરમ ફેરિક એલમ કેમિકલ ભરેલી ટાંકીમાં પડી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

ટાંકીમાંથી તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે અંકલેશ્વરની પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહિં 16 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સાથી કામદાર સંતોષકુમાર રાવત દ્વારા GIDC પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પ્રાથમિક અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી

error: