GPCBના પૂર્વ સચિવ વિરૂદ્ધ ACBએ નોંધ્યો ગુનો
એ.વી. શાહ પાસે રૂ. 3.57 કરોડની બેનામી મિલકત
છેલ્લા 6 મહિનાથી ACB કરી રહી હતી તપાસ
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ સભ્ય સચિવ, અંકલેશ્વરના તત્કાલીન પ્રાદેશિક અધિકારી અને હાલ પોરબંદરમાં ફરજ બજાવતા એ.વી.શાહ એસીબીની સીટની તપાસમાં રૂપિયા 3.57 કરોડની અપ્રમાણસર મિલકત સાથે ઝડપાયા છે.
ACB કચેરીમાં કરાયેલી અરજીને ધ્યાને રાખી જીપીસીબી વર્ગ 2 ના અધિકારી અનિલકુમાર શાહની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ શરૂ કરાઇ હતી. અમદાવાદ એસીબીની ટીમ સહિત સ્ટાફ દ્વારા SITની રચના કરાઈ હતી. જે બાદ એ.વી.શાહ સાથે તેમના આશ્રીતોના મિલ્કત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવાઈ હતી. CBI ગાઈડલાઈન મુજબના એબીસીડી પત્રક અને આવક ખર્ચ ધ્યાને રાખી નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવાર વિશ્લેષણ કરાયું હતું.તપાસ દરમિયાન આક્ષેપિત અનિલકુમાર શાહે 1લી એપ્રિલ 2006થી 31 માર્ચ 2020ના ચેક પિરીયડ દરમિયાન પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ઘનવાન થવા માટે ₹3.57 કરોડની મિલકતો વસાવી હતી. કાયદેસર આવકના સાઘનોમાંથી મેળવેલ આવક કરતાં 98 ટકા જેટલી અપ્રમાણસર મિલ્કતો બદલ અનિલ શાહ વિરુદ્વ ભ્રષ્ટાચાર નિવારણ અઘિનિયમ અને કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે.
વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર