પદ્માવતીનગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીનો મામલો
સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો
GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો હતો
ગત તારીખ-28 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણાએ પોતાની ઇક્કો ગાડી નંબર-જી.જે.૧૬.સી.એસ.૮૬૪૭ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓના ગાડીના સાયલેન્સરની મળી ૭૦ હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા પદ્માવતી નગરમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી.ત્રણેય કારમાંથી કુલરૂ.1.60ના મુદ્દામાલની ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગાઉ એક આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઝડપી પાડ્યો હતો જયારે આ ગુનામાં સંડોવાયેલ ધોળકાના પાનાંવાલ ખાતે રહેતો મોઈન ઉર્ફે ગટ્ટી મોહંમદ અલી પાનારાને ઝડપી પાડ્યો હતો.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર