Satya Tv News

અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલ
ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં કરાય
તત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી

અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલ કરતા તત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને પગલે હવા પ્રદુષણ અને જળ સ્તર પ્રદુષણને લઇ લોકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે મેડીકલ દવાઓના મોટા પાસે જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વોએ જાણે જાહેર પણ બાકાત રાખ્યા નથી અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.આ તત્વોએ જનઆરોગ્ય નુકશાન પહોંચે તે રીતે ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થો સળગાવી નાશ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તંત્ર દ્વારા જાહેરમાં મેડીકલ દવાઓનો જથ્થો નાસ કરતા તત્વો સામે પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: