Satya Tv News

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી

શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ દ્વારા કરાયું આયોજન

શોભાયાત્રા બની લોક આકર્ષણનું કેન્દ્ર

રાજપીપલા ખાતે શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા રાજપીપલાના રાજમાર્ગો પરથી નીકળી હતી. જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના દ્વિતીય પુત્ર શ્રીમદ્દ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલચરણજી ગુંસાઈનો જન્મ 1572મા થયો હતો. તેમની જન્મજયંતી દરેક વૈષ્ણવો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે. ગોસાઈજી મહારાજ અમારા વૈષ્ણવ સમાજના મુખ્ય પ્રચારક પ્રસારક હતા તેમણે અમારા વૈષ્ણવ સમાજ માટે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો હતો તેથી દરેક વૈષ્ણવો એમના જન્મ જયંતી નિમિત્તે જન્મ જયંતિ ધામધૂમથી ઉજવે છે

YouTube player

રાજપીપળા ખાતે હવેલીથી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા રાજપીપળા ના મુખ્ય રાજમાર્ગતિ પસાર થતા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું છેવટે આ શોભાયાત્રા શ્રીનાથજીના મંદિરે પરત કરી હતી ત્યારબાદ પ્રસાદીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: