Satya Tv News

રાજ્યના સૌથી લાંબા બ્રિજનું 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે

  • આવતીકાલે મુખ્યમંત્રી રાજ્યના સૌથી લાંબા બ્રિજનું કરશે લોકાર્પણ
  • વડોદરામાં બનાવવામાં આવ્યો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ
  • 3.5 કિલોમીટરનો બનાવવામાં આવ્યો બ્રિજ
  • બ્રિજ પર ઈમરજન્સી એગ્ઝિટ માટે 2 સ્લાઇડિંગ પેનલ મુકવામાં આવી
  • જરૂર પડ્યે બ્રિજ પરની પેનલ ખોલી શકાશે

ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરવાના છે. વડોદરામાં 3.5 કિલોમીટરનો આ બ્રિજ અંદાજિત 230 કરોડ ખર્ચે બનાવાયો  છે. વડોદરાના 3.5 કિલોમીટરના ફ્લાયરઓવર બ્રિજનું 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે વડોદરામાં 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે 25 ડિસેમ્બરે વડોદરાના પ્રવાસે છે. વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા બ્રિજનું તેઓ લોકાર્પણ કરવાના છે. વિગતો મુજબ આ બ્રિજ 3.5 કિલોમીટર સુધી છે. આ સાથે બ્રિજ પર ઈમરજન્સી એગ્ઝિટ માટે 2 સ્લાઇડિંગ પેનલ મુકવામાં આવી છે. જેથી જરૂર પડ્યે બ્રિજ પરની પેનલ ખોલી શકાશે. 

error: