નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી સામે આવી
પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત
નેત્રંગ જીન બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો
પંચાયતના વાંકે વાછરડાનું મોત થયું :- સ્થાનીક નાગરિક
નેત્રંગ જીન બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિકોનો રોષનો ભોગ ગ્રામ પંચાયતના સભ્યોન બને તે માટે હંગામી ધોરણે મસ મોટો ખાડો ખોદીને પાણી નિકાલની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રયાસ બાદ પાણીની નિકાલ તો થઈ ગયું પરંતુ ચોમાસામાં વિત્યાબાદ ખોદેલ ખાડાને પુરવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ન કરતા ગતરોજ રાત્રી દરમિયાન પંચાયતના પાપનો ભોગ વાછરડાએ ભોગવવાનું આવ્યું હતું. બનાવની મળતી માહિતી અનુસાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની સમસ્યાને નિવારવા માટે ચોમાસા દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો . પરંતુ ચોમાસા વીત્યા બાદ પણ સ્થાનિકની રજૂઆત છતાં ખાડાને પૂરવામાં ન આવતા રાત્રી દરમિયાન વાછરડું ખાડામાં પડીયુ હતું. જેને બચાવા જતા ગાય પણ ખાડામાં પડી જવા પામી હતી. આ ઘટનાની જાણ સવારે સ્થાનિકોને થતા વાછરડા અને ગાય ને બચાવા ડોટ મૂકી પ્રયાસ હાથ ધર્યું હતું. પણ દુર્ભાગ્યવસ ગાય અને વાછરડાને બહાર કાઢતા પંચાયતના વાંકે વાછરડાનું મોત થયું હતું .આ ઘટના ને લઈ સ્થાનિકો માં પંચાયત માટે ફિટકારની લાગણી સાથે રોષ જોવા મળ્યો હતો. સાથે જ સ્થાનિક સભ્ય પણ ઘટનાસ્થળે આવી આ ખાડાનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોને બાહેધરી આપી.