અંકલેશ્વર સફાઈ કર્મચારી બની હિટ એન્ડ રનની ઘટનાનો શિકાર
ડિવાઈડર સાફ કરતી મહિલાને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર.
પાલિકામાં રોજમદાર તરીકે બજાવે છે મહિલા ફરજ.
ગંભીર ઇજાના પગલે મહિલાને ખસેડાયા સારવાર હેઠળ.
અંકલેશ્વરના ભરૂચી નાકા થી મોદીનગર વચ્ચે રોડના ડિવાઈડન સાફ-સફાઈ કરી રહેલ નગરપાલિકાની રોજમદાર મહિલાને અજાણ્યા વાહન ચાલ્યા ગયા ટક્કર મારતા તેઓને ઇજા પહોંચી હતી
અંકલેશ્વરના નિરાંત નગરમાં રહેતા જેસંગકુમાર ઈશ્વરભાઈ સોલંકી નગરપાલિકામાં ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જેવો ગતરોજ ભરૂચી નાકાથી મોદીનગર વચ્ચે આવેલ રોડ સાઈડના ડિવાઈડરની સફાઈ કરાવી રહ્યા હતા આ સફાઈની કામગીરીમાં જિન ફળીયા ઝુંપડ પટ્ટીમાં રહેતી 50વર્ષીય રેલીબેન જેસંગ વસાવા સહિત 6 જેટલા રોજમદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સફાઈ કરી રહેલ રેલી બેન વસાવાને ટક્કર મારતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી અકસ્માત અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર