Skip to main content

Satya Tv News

હાંસોટ વિસ્તાર ના વિજમીટરો ચેક કરવાની કાર્યવાહી
વિજ ગ્રાહકો ના શંકાસ્પદ કેસ
એક લાખ નો દંડ ફટકાર્યો

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ.

હાંસોટ માં આજે વહેલી સવારે લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની વિજીલન્સ ની 44 ટીમોમાં આશરે 100 જેટલા વિજ કર્મચારીઓ અને આશરે 50 જેટલા પોલીસ ના માણસો મળી હાંસોટ ના જુદા જુદા વિસ્તારોમાં વિજમીટરો ચેક કરવાની કાર્યવાહી કરી હતી હાંસોટ ઉપરાંત ઈલાવ તથા સુણેવકલ્લા અને ખરચ ના પાંજરોલી ગામે પણ તપાસ કરી હતી જેમાં 33 જેટલા વિજચોરો પકડાયા હતા. જ્યારે 6 જેટલા વિજ ગ્રાહકો શંકાસ્પદ કેસ કરેલ છે આ વિજ ચોરી માં કુલ 16 લાખ 35 હજારની વિજચોરી પકડી હતી જેમાં 9 જેટલા વિજ ગ્રાહકો ને એક લાખ ઉપરાંત નો દંડ ફટકાર્યો હતો. તમામ ગામો મળી 1788 જેટલા ધરો ની તપાસ હાથ ધરી હતી. 

વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સત્યા ટીવી હાંસોટ

error: