Satya Tv News

નબીપુરમાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત
પ્રથમ મૃતકની કબજો મેળવી પી.એમ અર્થે ખસેડાયો
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત , પોલીસ તપાસ આરંભી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 ઉપર અવાર નવાર અકસ્માતોની ધટના ઘટે છે અને અકસ્માતમાં કેટલાય લોકો જીવ પણ ગુમાવે છે એવીજ એક ઘટના ગતરોજ સાંજના સમયે સર્જાઈ હતી જેમાં ગતરોજ સાંજના સમયે ને.હા.48 ઉપર નબીપુર કવિઠા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા વડોદરા તરફથી ભરૂચ તરફ એક આઈશર ટેમ્પા નંબર TN-77-Q-4658 જઈ રહ્યો હતો તે સમયે બ્રિજ ઉતરતા એક પેસેન્જર રીક્ષા ને ટક્કર મારી આગળ ભાગી જતા નબીપુર કવિઠા સ્ટેન્ડ પાસે આવેલ ફાઈવ સ્ટાર હોટલ પાસે એક કન્ટેનર નંબર GJ-06-HK-2043 જે ભરૂચ તરફ જઈ રહ્યું હતું તેમાં પાછળથી ધડાકાભેર ઘુસી જતા ટેમ્પા ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત ને પગલે ને.હા. 48 પર વડોદરા થી ભરૂચ તરફનો ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગેની જાણ નબીપુર પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભરૂચ ટ્રાફિક પોલીસને પણ જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. તેઓએ પ્રથમ મૃતકની કબજો મેળવી પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. બનાવ અંગે નબીપુર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: