તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ
અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દૂધ લેવા જતા બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લઇ ફંગોળતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતુ.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામના મુખ્ય માર્ગ પરથી પોતાની મોટર સાઇકલ નંબર GJ 16 BC 3264 લઈને ભાવેશ દાનાભાઈ વાઘેલા દૂધ લેવા અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતી ટાટા હેરિયર કાર નંબર GJ 16 CS 7152ના ચાલકે બાઈક સવાર ભાવેશ વાઘેલાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ભાવેશ વાઘેલા હવામાં ફંગોળાઇ નીચે પટકાતા ગંભીર ઇજાના પગલે તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતુ. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.
ઘટના અંગેની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો. બાદ કારને કબ્જે લઇ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર