Satya Tv News

અંકલેશ્વરના રાજપીપલા રોડ પરથી શંકાસ્પદ ચોરીના મોબાઈલ ઝડપાયા

LCB પોલીસે શંકાસ્પદ ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડયો

પોલીસે રૂપિયા 38 હજારના 8 મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

ભરૂચ LCB પોલીસે રાજપીપલા રોડ પર આવેલ મીરાંનગરમાં આવેલ રામ મોબાઈલ શોપમાંથી શંકાસ્પદ ચોરીના 8 મોબાઈલ સાથે દુકાન સંચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે રૂપિયા 38 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર પંથકમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ મીરાંનગરમાં શ્રી રામ મોબાઇલ શોપમાં ચોરીના મોબાઇલ વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. જેથી LCB પોલીસે બાતમીવાળી મોબાઇલ શોપમાં દરોડા પાડતા અલગ અલગ કંપનીના વગર બિલના 8 મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે તેના આધાર પુરાવા માગતા નહિ આપી ગલ્લા તલ્લાં કરતા દુકાન સંચાલક રમેશ ભગવાન બિશ્નોઇ રહેવાસી મકાન નંબર 46 ગોપીનાથ રો – હાઉસ રાજપીપલા રોડ અંકલેશ્વરનાઓની CRPC 41 વન ડી મુજબ અટકાયત કરી હતી. અને રૂપિયા 38 હજારના 8 મોબાઈલ કબ્જે લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: