Satya Tv News

નેત્રંગ શણકોઇ ગામમાં ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડી પાડ્યો

પોલીસે ટ્રકમાં ખિચોખીચ અને કૃરતાપુર્વક બાંધેલી 16 ભેંસોને બચાવી

રૂ. ૪,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક તથા ક્લીનરને ઝડપી

નેત્રંગ તાલુકાના શણકોઇ ગામ પાસેથી પોલીસે એક ટ્રકમાં ખિચોખીચ અને કૃરતાપુર્વક બાંધેલી 16 ભેંસોને બચાવી હતી.

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલાને મળેલ માહિતીનાં આધારે સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અશોક લેયલન ટાટા કંપનીની એલ.પી.ટ્રક નં.GJ-15-AT-4216માં ગેરકાયદેસર રીતે ભેંસો ભરી અંક્લેશ્વર રોડ ઉપર થી નેત્રંગ રોડ તરફ આવે છે. તે બાતમી હકીકતને આધારે પોલીસે શણકોઈ ગામના પાટીયા પાસે વોંચમાં ગોઠવી બાતમીની હકીકતવાળી એક એલ.પી.ટ્રક નેત્રંગ તરફથી આવતી જણાતા પોલીસે તે ટાટા એલ.પી.ટ્રકને રોડની સાઈડમાં ઉભી રખાવી ટ્રકની પાછળની સાઈડે લાકડાના પાટીયા ખોલી જોતા તેમાં ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતી ભેંસો જણાઈ આવી હતી. રાજ્યમાંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજય બહાર નિકાસ બંધ હોવાથી રાજ્ય સરકારની મંજુરી મેળવી રાજ્ય બહાર પશુઓના પરીવહન માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના એલ.પી.ટ્રકમાં કુલ ૧૬ ભેંસોને ક્રૂતાપૂર્વક ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધેલ હતી અને ભેંસો માટે કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ ન હતી. જેમાં કુલ ભેંસો નંગ-૧૬ ની કુલ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા એલ.પી.ટ્રકની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક તથા ક્લીનરને ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: