Skip to main content

Satya Tv News

અંકલેશ્વરનો વોન્ટેડ કુખ્યાત બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર,ભરૂચ સહીત વલસાડ પોલીસ મથકોમાં પણ વોન્ટેડ હતો

૫ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી બંધ બોડીના ટેમ્પોમાંથી રૂ.૧૧.૬૨ લાખના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સુજાતખાન ઉર્ફે સજ્જુ પઠાણને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-૪થી ફેબ્રુઆરીના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફે અંકલેશ્વરના કાગદીવાડમાં રહેતો કુખ્યાત બુટલેગર સુજાતખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને નાઝીમ બશીર પઠાણે અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ બંધ બોડીના ટેમ્પોમાં મંગાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે રૂ.૧૧.૬૨ લાખનો દારૂ અને ૫ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગરના લબરમૂછિયા પુત્રની અટકાયત કરી હતી.જયારે કુખ્યાત બુટલેગર સુજાતખાન ઉર્ફે સજ્જુ પઠાણ સહીત ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સુજાતખાન ઉર્ફે સજ્જુ પઠાણને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ બુટલેગર અંકલેશ્વર એ ડિવિઝન,પાનોલી પોલીસ સ્ટેશન,અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ બી ડિવિઝન તેમજ વલસાડના પાલડી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: