આજકાલ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બને છે. જેમાં લોકો આગળ પાછળ વિચાર્યા વગર સિધો ફેંસલો કરી લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા પણ હોય છે કે જેમાં માતા પિતાએ આખી જિંદગી સંતાનો માટે મહેનત કરી હોય અને તેમના દીકરા-દીકરી કંઈક એવું કરી બેસે જેનાથી માં-બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વિચારતા હોય કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ?. એવો જ એક બનાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં બનવા પામ્યો છે. જ્યાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલા લગ્ન કરેલી પરિણીતાએ પોતાના સાસરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથધરી છે.
દીકરીના સમાચાર પિયર વાળાઓને થતા જ એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજી તો બેજ દિવસ પહેલા ધામધુમથી દીકરીને પરણાવી સાસરે મોકલી હતી. જ્યારે આણું તેડવા જવાનું થયું તો એવા સમાચાર આવ્યા કે માતા પિતા તો સાવ ભાંગીજ પડ્યા. તો
ગોધરા તાલુકાના મોરડુંગરામાં નવી વસાહત ડેઝર ફળિયામાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયાને ત્યાં પોતાની દીકરી ઉર્વશીના લગ્ન મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સતિષભાઈ લક્ષ્મણભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. જેથી પોતાની દીકરીના લગ્ન 13/03/2023ના રોજ હોવાના કારણે પોતાના પિતા અરવિંદભાઈ પોતાના ઘરે માંડવો બંધાવી શણગારી અને પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ કરતા હતા.
જ્યારે દીકરી ઉર્વશીને ફરીથી પોતાના પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ પિયર પક્ષના લોકો કરી રહ્યા હતા અને એજ દિવસે દીકરી ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો, ‘તમારી દીકરી ગળે ફાંસો ખાઈ લીધો છે’. જેથી પરિવારના સભ્યો સહિત માતા પિતા ઉપર દીકરી ગુમાવવાથી આભ તુટી પડ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ઉર્વશીના લગ્નના બીજા દિવસે તેના MAની પરીક્ષાનું પેપર હતું. જેથી દીકરી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા. હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપી ગયા અને એજ રાત્રે અમારી જોડે દીકરી ઉર્વશીએ ફોન ઉપર વાતચીત પણ કરી હતી. ત્યારબાદ સવારમાં ફોન આવ્યો કે, ‘તમારી દીકરી ગળે ફાંસો ખાઈને લટકી ગઈ છે’.