અંકલેશ્વર પાનોલી ફ્લાય ઓવર બ્રિજમાં વનીકરણ હાથ ધરાવ્યું
૫૮ હજાર સ્કવેર મીટર નોટિફાઈડ વિભાગ દ્વારા વનીકરણ હાથ ધર્યું
પી આઈ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી૩૦ હજાર વૃક્ષોનું વાવેતર હાથ ધરાશે
પાનોલી જીઆઈડીસીમાં આજરોજ પાનોલી ફ્લાય ઓવર બ્રિજને અડીને આવેલી ૫૮ હજાર સ્કવેર મીટર વિસ્તારમાં નોટિફાઈડ વિભાગ દ્વારા વનીકરણ હાથ ધરવામાં આવ્યુ હતુ.
પાનોલીની પી આઈ ઇન્ડસ્ટ્રીઝના આર્થિક સહયોગથી આ વિસ્તારમાં અંદાજે ૩૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર હાથ ધરાશે. આજરોજ યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાનોલી જીઆઈડીસીના રીજીયોનલ ઓફિસર ચિંતન મહેતા, નોટિફાઈડ એરિયા ઓર્થોરિટીના રીજીયોનલ ઓફિસર ડિમ્પલ વસાવા , પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ, કિરણસિંહ પરમાર, પંકજ ભરવાડા,પી આઈ ઇન્ડસ્ટ્રીઝના સી. ઓ. પ્રદીપ જૈન, સાઈડ હેડ પ્રવેશ ગર્ગ, એનવાયરમેન્ટ હેડ અજિત પાલ સીંગ, જીપીસીબીના રીજીયોનલ ઓફિસર રાખોલીયા, સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર