Satya Tv News

ભરુચમાં સંત શિરોમણી રેવા દાસ દ્વારા ભરૂચ કલેટરને અપાયુ આવેદનપત્ર

ડો.આંબેડકર અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયુ

અનુસૂચિત જાતિની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરી હત્યાનો ગુનો

પ્રાથમિક સુવિધાઓ પૈકી પીવાનું પાણીની બાબતે રજૂઆત

દેશભરમાં અનુસૂચિત જાતિના લોકો પર વધી રહ્યો છે અત્યાચાર

YouTube player

ભરુચમાં સંત શિરોમણી રેવા દાસ અને યુગાવતાર ડો.આંબેડકર અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા ભરૂચ કલેટરને આવેદનપત્ર અપાયુ હતું.

રાજપીપળા તથા મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની બાળા ની હત્યા બાબતે સખત પગલા ભરવાની માંગ સાથે સંત શિરોમણી રેવા દાસ અને યુગાવતાર ડો. આંબેડકર અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ પ્રમુખ મૂળજી રોહિતના અધ્યક્ષતામાં મહામંત્રી દલસુખ મકવાણા ,રણછોડ રોહિત, દેવેન ચૌહાણ, વલ્લભ રોહિત ,પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાજેતરમાં નર્મદા જિલ્લામાં વણકર સમાજ પરિવાર લોકો પ્રાથમિક સુવિધાઓ પૈકી પીવાનું પાણીની બાબતે રજૂઆત કરવા જતા સરપંચ સહિત કહેવાતા સવર્ણ સમાજના લોકોએ હુમલો કરી ક્યારે વટાવ્યો હતો તથા તારીખ 18 /3 /23 ના રોજ મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરી હત્યા કરવામાં આવી છે. જેની ચાર દિવસ પછી કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી. જે અંગે બાકરોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. આવા ગંભીર ગુનેગારોને પકડી આકરી સજા કરવામાં આવે તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને દેશભરમાં અનુસૂચિત જાતિ લોકો ઉપર અત્યાચાર વધી રહ્યો છે અને સરકાર મુક પ્રેક્ષક બની છે.તાકીદે આ અંગે તપાસ કરી ગુનેગારોને નસિયત કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

બાઈટ..પ્રભુદાસ મકવાણા ..દલિત સમાજ આગેવાન

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: