Satya Tv News

યુપીના કાનપુરના બાંસમંડીમાં કપડાંનું હોલસેલ માર્કેટ 7 કલાકથી ભીષણ આગની ઝપેટમાં આવી ગયું છે. અહીં વિકરાળ આગને કારણે 800થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. મોડી રાત્રે 1 વાગ્યાથી લાગેલી આગ હજુ પણ ચાલુ છે. આર્મી અને એરફોર્સના જવાનોએ મોરચો સંભાળી લીધો છે. કાનપુર, ઉન્નાવ, લખનઉ સહિત નજીકના ઘણા જિલ્લાઓમાંથી 50થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ભીષણ આગને કારણે અંદાજે 20 અબજનું નુકસાન થયું છે.હોલસેલ માર્કેટમાં લાગેલી આગ 9 કલાક બાદ પણ કાબુમાં આવી શકી નથી. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ થયાની માહિતી સામે આવી છે.
રાત્રિના એક વાગ્યાની આસપાસ બાંસમંડી ખાતે હમરાજ કોમ્પ્લેક્સ ક્લોથ માર્કેટ સ્થિત એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલા સામાનમાં આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનને કારણે આગની જવાળાથી ક્ષણવારમાં જ ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી. આ પછી આખો ત્રણ માળનો ટાવર સળગવા લાગ્યો. પછી આગ બાજુના મસૂદ ટાવર અને પછી મસૂદ કોમ્પ્લેક્સ-2 અને પછી હમરાજ કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી.
ફાયરફાઇટર સીડીની મદદથી દુકાનોમાં પાણીનો છંટકાવ કરી રહ્યા છે

બાંસમંડી સ્થિત હમરાજ કોમ્પ્લેક્સ ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રિના એક વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી.

એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલો સામાન ખાખ થઈ ગયો હતો.

error: