Satya Tv News

ડભોઇ નગરપાલિકાએ નવી ઇ પ્રગતિ એપ લોન્ચ કરી

નગરપાલિકાના પારદર્શી વહીવટ માટે કરી એપ લોન્ચ

ન.પા.નો પારદર્શી વહીવટ દર્શાવતી ઇ પ્રગતિ એપનું કરવામા આવ્યું લોન્ચિંગ

નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ચાલુ સાલ 79% વેરો ઉઘરાવી સર્જ્યો ઇતિહાસ

ડભોઇ નગરપાલિકાએ પોતાની નવી ઇ પ્રગતિ એપ લોન્ચ કરી આંપ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના પારદર્શી વહીવટ માટે એપ લોન્ચ કરી હતી.

YouTube player

ડભોઇ નગરપાલિકા દ્વારા પારદર્શી વહીવટ અને ડભોઇ નગરની વિકાસ ગાથા વર્ણન કરતી એપ જે નગરજનોને આંગળીના ટેરવે ફરિયાદ સહિત પાલિકાનો પારદર્શી વહીવટ દર્શાવતી ઇ પ્રગતિ એપ નું લોન્ચિંગ કરવામા આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહી એપ લોન્ચ કરી હતી તેમની સાથે પાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, પાલિકા પ્રમુખ કાજલ દુલાણી, ઉપપ્રમુખ એમ.એચ.પટેલ, કારોબારી ચેરમેન વિશાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નગરના વિકાસ માટે લોન્ચ કરવામાં આવેલ એપ તેમજ નગરપાલિકા કર્મચારીઓ ની કામગીરી બિરદાવી હતી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ચાલુ સાલ 79% વેરો ઉઘરાવી ઇતિહાસ સર્જ્યો છે જે કામગીરી ને પણ ધારાસભ્ય ધ્વારા બિરદાવામાં આવી હતી ઇ પ્રગતિ એપ થકી નગરની તમામ સમસ્યા ઝડપી નિરાકરણ આવશે સાથે સાથે નગરના વિકાસ કર્યો પણ જાણી શકાશે ડભોઇ નગર પાલિકા દ્વારા પારદર્શી વહીવટ તરફ પગલાં માંડતા શુભેચ્છા પણ પાઠવામા આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરપાલિકા કર્મચારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: