ભરુચ જીલ્લા પોલીસ દ્વારા નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમનું આયોજન
૧૫ થી ૨૫ વર્ષની મહિલાઓને આપવામાં આવશે તાલીમ
“મહિલા સશક્તિકરણ”ના ભાગરૂપે મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “મહિલા સશક્તિકરણ” ના ભાગરૂપે રાયફલ ફાયરીંગની તાલીમ મહિલાઓને આપવાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં રાયકલ ફાયરીંગની તાલીમ ૧૫ થી ૨૫ વર્ષની મહિલાઓને નિશુલ્ક આપવામાં આવશે.. આ તાલીમમાં ભાગ લેવા માટે ઇચ્છા ધરાવતી મહિલાઓએ પોલીસ અધીક્ષકની કચેરી,કાળી તલાવડી, ભરૂચ ખાતે તા.૦૧/૦૪/૨૦૨૩ થી તા.૧૧/૦૪/૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય કલાક ૧૧:૦૦ થી ૧૮:૦૦ દરમ્યાન વહીવટી શાખામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.નિયત તારીખ પછી રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં કે રજીસ્ટ્રેશન સિવાયની મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકાશે નહીં.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ