ડેડીયાપાડા ખાતે નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ થઈ
સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે તૈયાર નથી આવવા
સાંસદનું આવવાનું રદ થતા ડિબેટ મોકૂફ થઈ
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જોખમાય તેવી સ્થિતિનું થયી શકે છે નિર્માણ
નર્મદા જિલ્લામાં થતાં વિકાસના કામોમાં નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પાસેથી લાંચ લેતા હોવાના નનામા પત્રથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. શનિવારે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને રાજપીપળાના ગાંધીચોકમાં સવારે 10 વાગ્યે હાજર રહી ખુલ્લી ચર્ચાનો પડકાર ફેકતાં આખો દિવસ હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. અંતે તંત્રએ વધારે લોકોને ભેગા થવાની પરવાનગી નહિ આપતાં સાંસદ મનસુખ વસાવા જાહેર ચર્ચામાં ભાગ નહીં લે જયારે ચૈતર વસાવાએ પોતે હાજર રહેશે તેવી જાહેરાત કરી હતી.
રાજપીપળામાં ગાંધીચોક ખાતે ડિબેટનો ટાઈમ થતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ખુલ્લા મંચ પર ડિબેટ યોજાવાની હતી. તંત્રની શરતી મંજૂરીને કારણે સાંસદે ડિબેટમાં આવવાનો ઇનકાર કર્યો હતો જેથી સાંસદનું આવવાનું રદ થતા ડિબેટ મોકૂફ થઈ હતી. જોકે ચૈતર વસાવા આવવાની શક્યતાને લઈ હાલ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ટેકેદારો સાથે આવવાના હોવાની શક્યતાએ હાલ ગાંધીચોક ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે.
બંને નેતાઓ શનિવારે રાજપીપળાના ગાંધીચોકમાં ભેગા થઇ જાહેર ચર્ચા કરવાના હોવાથી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જાય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ હતું. બીજી તરફ પોલીસ અને તંત્રએ વધારે લોકોને ભેગા નહિ થવા અને પ્રશ્નોનું કલેક્ટર કચેરી કે પંચાયત કચેરીએ આવી સમાધાન લાવવા સલાહ આપી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ડેડીયાપાડા