ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું છે. હાલ શિહોરી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
- હાઇવે પર ટ્રક ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક
- હાર્ટ એટેક આવતા ડ્રાઇવરનું થયું મોત
- ટ્રક સલામત રીતે પાર્ક કરી ઉતર્યો ડ્રાઇવર
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. કાંકરેજના ખોડલા નજીક આવેલી ભૈરવનાથ હોટલ પાસે આ ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે કાંકરેજના ખોડલા નજીક આવેલી ભૈરવનાથ હોટલ ખાતે એક ટ્રક ડ્રાઈવરને હાર્ટ એટ આવ્યો હતો. સમય સૂચકતા વાપરી ડ્રાઇવરે હોટલ પાસે ટ્રકને પાર્ક કર્યો હતો. ટ્રક સલામત રીતે પાર્ક કરીને ડ્રાઇવર નીચે ઉતરીને બેભાન થઈ જતાં તાત્કાલિક હોટલના માલિક દ્વારા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, શિહોરી રેફરલ હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.