કરજણમાં વિદેશી શરાબનું વેચાણ કરતો કથિત વિડીયો વાયલર
મચ્છર પોલીમર કંપની પાસે વિદેશી શરાબનું વેચાણ
કરજણ પોલીસની કામગીરી આવી છે શંકાના દાયરામાં
બુટલેગરોને વિદેશી શરાબનું વેચાણ માટે મળ્યું મોકરું મેદાન
કરજણ થી જીથડરી જવાના માર્ગ પર આવેલ મચ્છર પોલીમર કંપની નજીક આવેલ લીંબાના ખેતરમાં બે ઈસમો વિદેશી શરાબનું વેચાણ કરતાં હોવાનો વીડિયો વાયલર થતાં કરજણ પોલીસની કામગીરી પર વધુ એક વાર સવાલો ઉઠવા પામ્યાં છે.
કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અવાર નવાર વિદેશી તેમજ દેશી શરાબનો જથ્થો પકડી ગેરકાયદેસર રીતે ચોરી છુપેથી દારૂનું વેચાણ કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.તો બીજી તરફ બુટલેગરો કરજણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફુલ્યા ફાલ્યા હોય તેવા રોજ બરોજ વિદેશી શરાબ વેંચતા હોય તેવા કથિત વીડિયો વાયલર થઈ રહ્યા છે.જે કરજણ પોલીસની નિષ્કર્યતાનું ઉત્તમ ઉદાહરણ છે.જેના કારણે કરજણ પોલીસના છુપા આશીર્વાદ સાથે બુટલેગરોને વિદેશી શરાબનું વેચાણ કરવા માટેનું મોકરું મેદાન મળ્યું હોવાની ચર્ચા હાલ કરજણ પંથકમાં લોક મુખે ચર્ચાય રહી છે.ત્યારે કરજણ થી જીથરડી જવાના માર્ગ પર આવેલ મચ્છર પોલીમર કંપની નજીકના એક લીંબુના ખેતરમાં બે ઈસમો મોબાઈલ ફોન મારફતે ગ્રાહકોને વિદેશી શરાબ વેચી રહ્યા હોય તેવો વધુ એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયલર થતાં કરજણ પોલીસની કામગીરી વધુ એકવાર શંકાના દાયરામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ