Satya Tv News

Apr 5, 2023 #GUJRAT, #JAMBUSAR

જંબુસરમાં કોની રાહ જોવાય છે ?સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે

જંબુસરમાં કોની રાહ જોવાય છે ?સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત

ધારાસભ્ય દ્વારા અગાઉની ટર્મમાં હોસ્પિટલનો પ્રારંભ કરાવવા દોર્યું ધ્યાન

જંબુસર મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી.

YouTube player

જંબુસર નગરમાં ગરીબ અને જરૂરિયાત મંદો માટે માત્ર અને માત્ર એક સરકારી રેફરલ હોસ્પિટલ આવેલ છે ઓપીડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.દર્દીઓને વધુ સારી ઝડપી સેવા મળી રહે તે માટે લાખોના ખર્ચે નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનવાની છે. પરંતુ આ હોસ્પિટલનું કયા કારણોસર ઉદ્ઘાટન કરવામાં આવતું નથી, કેમ વિલંબ થઈ રહ્યો છે તે જનમાનસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જંબુસર મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા પણ અગાઉની ટર્મમાં હોસ્પિટલનો પ્રારંભ કરાવવા ધ્યાન દોરેલું હતું. તેમ છતાંય હોસ્પિટલનો પ્રારંભ ના થતા ફરી માજી ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: