Satya Tv News

ડભોઇમાં ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી

ધાર્મિક મંડપોમાંથી પેટીના નકુચા તોડી કીંમતી સામાનની ચોરી

સામાન ચોરી કરી અજાણ્યા ચોરટાઓ પલાયન થતા પોલીસને કરાઈ જાણ

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે વિધિ વિધાન અર્થે બાંધવામાં આવેલા ધાર્મિક મંડપો માંથી ગત રાત્રિના પેટીના નકુચા તોડી પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી થતા તીર્થના ભૂદેવોએ ચાંદોદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

YouTube player

પિતૃ માસનો મહિમા ધરાવતો ચૈત્ર માસ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે સદગત પિતૃઓના મોક્ષાર્થે પિતૃ શ્રાદ્ધ,તર્પણ, નારાયણ બલી, નાગબલી, પંચબલી જેવા વિધિ વિધાન અર્થે ગુજરાત સહિત પર પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી રહ્યા છે તીર્થના ભૂદેવો દ્વારા વિધિ વિધાન અર્થે ત્રિવેણી સંગમ સહિતના નદી કિનારાઓ ખાતે તૈયાર કરાયેલા ધાર્મિક મંડપોમાં યજમાનો શ્રદ્ધાભેર વિધિ વિધાનમાં જોડાતા રહ્યા છે ત્યારે આખાય ચૈત્ર માસ દરમિયાન પૂજા વિધિ કરાવતા સ્થાનિક બ્રાહ્મણો પોતાનો પૂજા વિધિ નો જરૂરી સામાન અને ધાન્ય મંડપમાં જ પતરાની પેટીમાં તાળું મારી સુરક્ષિત રીતે વર્ષોથી રાખતા આવ્યા છે પરંતુ ગતરાત્રિના ત્રિવેણી સંગમ ખાતે ત્રણ જેટલા ધાર્મિક મંડપો માંથી સુનિલ શુક્લ, નરેન્દ્ર ભટ્ટ અને સમીર પંડ્યા આ ત્રણેય બ્રાહ્મણોના પૂજા વિધિના કીંમતી સર સામાનની પેટીના નકુચા તોડી તાંબા પિત્તળના પાત્રો,ચાંદીની મૂર્તિઓ, ચાંદીના નાગ, ઘી, અનાજ સહિતનો સરસામાન ચોરી કરી અજાણ્યા ચોરટાઓ પલાયન થઈ જતા ચોરી અંગેની જાણ પોલીસને કરાઈ હતી .ચાંદોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી સાથે તપાસની કામગીરી હાથ ધરી છે ત્યારે બ્રાહ્મણો સઘન બંદોબસ્તની સાથે પોલીસ પોઇન્ટ મૂકવાની માંગ ઉચ્ચારી રહ્યા છે

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: