ડભોઇમાં ઓવરબ્રિજની દોઢ વર્ષથી ચાલી રહેલી કામગીરી લંબાવી દેતા રાહદારીઓને ભોગવી પડી મુશ્કેલીઓ
ડભોઇ સરિતા ફાટક બની રહેલો ઓવરબ્રિજની ચાલી રહી છે કામગીરી
દોઢ વર્ષથી ચાલી રહેલી કામગીરી લંબાવી દેતા રાહદારીઓને અનુભવે છે મુશ્કેલીઓ
મકાન વિભાગ દ્વારા ઓવરબ્રિજની ડિઝાઇન બદલતા થયું ડીલે
ડભોઇ સરિતા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલી રહી છે અને હવે માર્ગ મકાન વિભાગ દ્વારા દોઢ વર્ષ આ કામગીરી લંબાવી દેતા રાહદારીઓને વધુ દોઢ વર્ષ સુધી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે હાલાકી છેલ્લા બે વર્ષથી એકદમ ઠંડી કામગીરીને કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે
ડભોઇ સરિતા ફાટક પાસે ડભોઇના પ્રવેશ દ્વારા પાસે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના આ સ્થળ નજીક ઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે એક તો ડભોઇનો પ્રવેશ દ્વાર જે ઐતિહાસિક હતો ત્યાં પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ઘણા સમયથી બ્રિજ બનતા અને ત્યાં આવેલ રહેઠાણ વિસ્તાર અનેક મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે બ્રિજ બનતો હોય ત્યારે રસ્તાની વ્યવસ્થા કરી આપવાની હોય તે પણ માર્ક મકાન દ્વારા કરી આપવામાં આવતી નથી લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડે છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેના સરિતા ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજ છેલ્લા બે વર્ષથી તો બની જ રહ્યો છે તેને વધુ એક્સ્ટેંશન દોઢ વર્ષનું આપવામાં આવતા મુસાફરોને રાહદારીઓને તેમજ સ્થાનિક એ વિસ્તારના રહીશોને અનેક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે
ડભોઇ વડોદરા રોડ ઉપર પલાસવાડા ફાટક પાસે પણ સ્થિતિ છે ફાટક બંધ થાય ત્યારે બેથી ચાર કિલોમીટરની લાંબી લાઈનો વાહનોની જોવા મળે છે એવી જ પરિસ્થિતિ ડભોઇ ખાતે પણ જોવા મળી રહી છે અવાર-જવર કરતા લોકોને સમયસર પહોંચવું અઘરું બની રહ્યું છે મોટાભાગનો ટાઈમ આ બે ફેટકો વચ્ચે વેચાઈ જતા લોકોમાં સમયસર આવો બ્રિજ ના બનતા રોસ જોવા મળી રહ્યો છે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ