Satya Tv News

અરવલ્લી: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ૩૦ પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અરવલ્લી જિલ્લાના ચાર પરીક્ષાર્થીઓ સામેલ છે.

 જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ૩૦ પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અરવલ્લી જિલ્લાના ચાર પરીક્ષાર્થીઓ સામેલ છે. બાયડના પાલિકાના ભાજપના કોર્પોરેટર અરવિંદ પટેલના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. બાયડ તાલુકાના ત્રણ અને મોડાસાના એક પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં આકાશ અરવિંદ પટેલ, આકાશ જશ પટેલ, ખંભીસરના દીપક્ષિકાબેન પ્રકાશભાઈ  પટેલ, અકરુંદના ઉત્સવ નીતિન પટેલનો સમાવેશ થાય છે.

આરોપીઓની ગાડીમાંથી પરીક્ષાર્થીઓના પુરાવા મળી આવ્યા હતા. એક પરીક્ષાર્થી દીઠ ૧૨ થી ૧૫ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ગુજરાત એટીએસ દ્વારા અરવલ્લીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

error: