ઝગડીયાના સીયાલી ગામે શેરડીના ખેતરમાં દીપડીના મળ્યા બે બચ્ચા
ખેતરના માલીકે જાતે ખેડૂતને ૨ દિપડીના બાળ બચ્ચા દેખાયા
બચ્ચાઓને વનવિભાગના કાર્યાલય પર ખોરાક પાણીની વ્યવસ્થા કરાઈ
ઝઘડીયા તાલુકાના સીયાલી ગામે વનવિભાગની ટીમે સી.સી.ટી.વી.ગોઠવી બચ્ચાઓને દિપડી સાથે મિલાપ કરાવવાની કવાયત હાથ ધરી છે
ભરૂચ જીલ્લાના ઝગડીયા તાલુકાના સીયાલી ગામે એક ખેડૂત ના શેરડી ના ખેતરમાંથી દિપડીના અંદાજે ૧૮ દિવસના નાના ૨ બાળ બચ્ચા મળી આવ્યાછે.ખેતરના માલીક અને જાતે ખેડૂતને ૨ દિપડીના બાળ બચ્ચા દેખા દેતા તેને ઝગડીયા વનવિભાગને તાકીદે જાણ કરી હતી. ઝઘડીયા વનવિભાગની ટીમે તાકીદે સ્થળ ઉપર દોડી આવી દિપડીના ૨ બાળ બચ્ચાઓને વનવિભાગના કાર્યાલય પર લઇજઇ દિપડીના બચ્ચાઓ માટે જરૂરીયાત મુજબના ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી.ઝઘડીયા વનવિભાગના ફોરેસ્ટર મહેશ વસાવાએ અને બન્ને બચ્ચાઓને વનવિભાગના કાર્યાલય પર લાવી તેમની જરૂરિયાત મુજબના ખોરાક પાણીની વ્યવસ્થા કરવામાં આવીછે.અને ઘટના સ્થળે દિપડીના બચ્ચાઓના મિલાપ કરવાના હેતુથી વનવિભાગના આર.એફ.ઓ.મિના પરમારના માર્ગદર્શન હેઠળ સતત વોચ રાખવામાં આવી રહીછે.ખેતરોમાં સી.સી.ટી.વી.ગોઠવી દિપડીની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહીછે.અને વનવિભાગની ટીમ દ્વારા બચ્ચાઓની માતા દીપડી ને શોધવાની કાવાયત તેજ કરવામાં આવીછે.પરંતુ ઘટના સ્થળની આજુબાજુ ખેતરોમાં છેલ્લા ત્રણ દિવસ થી શેરડીના ખેતરો સળગતા હોઇ દિપડી પોતાના બચ્ચાઓ પાસે આવતી નથી તેવુ વનવિભાગ અનુમાન લગાવી રહ્યુછે. અને શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાન માનવામાં આવેછે પરંતુ હાલ શેરડી કટીંગ ચાલતુ હોઇ દિપડાઓ અવારનવાર બહાર નજરે પડતા હોઇ છે.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા