
શરદ પવારે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે એને કોઈપણ પ્રભાવિત કરી શકશે નહી. સુપ્રિમ કોર્ટની કમિટિ તપાસ કરશે તો સચ્ચાઈની ખબર પડી જશે
- કોંગ્રેસ અદાણી મામલે લગાતાર જેપીસીની માંગ કરી રહી
- એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારનું નિવેદન
- ‘સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે’
અદાણી મુદ્દે સંસદમાં લગાતાર વાર-પલટવાર બની રહે છે. હવે એ મુદ્દા પર વિપક્ષમાં વન વિખેર થતું નજરે ચડી રહ્યું છે. એનસીપીના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસથી અલગ શૂર સાંભળવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મામલે જેપીસી તપાસની જરૂર નથી. તેમણે જેપીસીથી સુપ્રિમ કોર્ટની કમિટિ પર વધારો ભરોશો જતાવ્યો છે. શરદ પવારનો આ નિવદેન ત્યારે આવ્યો છે કે, સંસદમાં સત્ર દરમિયાન આ મુદ્દે ખૂબ જ ગરમાયેલો રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અદાણી મામલે લગાતાર જેપીસીની માંગ કરી રહી છે.

શરદ પવારે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે. એને કોઈપણ પ્રભાવિત કરી શકશે નહી. તેમણે કહ્યું કે, સુપ્રિમ કોર્ટની કમિટિ તપાસ કરશે તો સચ્ચાઈની ખબર પડી જશે. જેસીપી તપાસની કંઈ જરૂર નથી. તેમણે કહ્યું સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટિ ખાસ છે. તેમણે કહ્યું કે, જેપીસી તપાસની ડેલી રિપોર્ટ મીડિયામાં આવશે. કેટલાક લોકો ઈચ્છે છે કે, આ મુદ્દો બે-ચાર મહિના સુધી ચાલે પણ સત્ય બહાર ન આવવું જોઈએ.
