Satya Tv News

ભરૂચમાં 11 કરોડનો ધુમાડો કરનાર સિક્યોરિટી ગાર્ડ CCTVમાં થયો કેદ

એક દીવાસળી ચાંપી સેકન્ડોમાં જ બે કંપનીને ફૂંકી મારી

22 ફાયરબ્રિગેડને આગ કાબૂમાં લેતાં લાગ્યા બે દિવસ

માચીસથી પ્લાસ્ટિકના જથ્થામાં લગાડી આગ

આગની આ ઘટનામાં કંપનીના માલિકને 11 કરોડનું નુકસાન

11 કર્મચારીના જીવ જોખમમાં મૂકનાર સિક્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધી કરી ધરપકડ

YouTube player

ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી. સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થતાં આ બાબતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

ભરૂચની પિતા-પુત્રની બન્નેની ફેકટરી- નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ 22 માર્ચે આગમાં હોમાઈ ગઈ હતી. ભીષણ આગને કાબૂમાં લેવા 22 ફાયરબ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરતાં નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી. બન્ને ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મૂકનાર સિક્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેક્ટરી પર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરિટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શું હતું એ જાણવા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછ ચાલી રહી છે. આગ લગાડવાનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી

error: