- મોટાબોરસરા ગામે બાંધકામ સાઇટ પર બનેલી ચકચારી ઘટના
- નજીકની કંપનીમાં વાહન લઇ આવેલો ટ્રક ડ્રાઇવર હેવાન બન્ય
- માંગરોલ તાલુકાના મોટા બોરસરા ગામે કડિયા કામમાં મજૂરી અર્થે મધ્ય પ્રદેશમાંથી મજૂરી કરવા આવેલા પરિવારમાં પાંચ દિવસ પૂર્વે કાકાને ત્યાં નવજાત બાળકની સંભાળ લેવા આવેલી દસ વર્ષની બાળકીને પડાવમાંથી સામેની ફેક્ટરીમાં આવેલો ડ્રાઇવર ઉચકી જઈ પાછળના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરી ભાગી ગયો હતો. બાળકી રડતી રડતી પડાવમાં આવી, આપવીતી પોતાના પરિવારજનોને વર્ણવી હતી, જેથી તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી હતી, સ્થળ પર એક ટેમ્પો છોડીને ડ્રાઇવર ફરાર હોવાથી શંકા સાથે શોધવાની તજવીજ હાથ ધરી છે.
મોટા બોરસરા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝની પાછળની ખુલ્લી જગ્યામાં કડિયા કામની મજૂરી સાથે સંકળાયેલા મજૂરોનો પડાવ આવેલો છે. આ પડાવમાં રહેતા એક મધ્યપ્રદેશના પરિવારમાં પાંચ દિવસ પહેલા નાનાભાઈની 10 વર્ષની દીકરી નવજાત બાળકને સાચવવા માટે પડાવ પર આવી હતી. શનિવાર રાત્રિના આ બાળકી પોતાની અન્ય પરિવારની છોકરીઓ અને છોકરાઓ સાથે પડાવમાં સુતી હતી, ત્યારે કોઈ અજાણ્યો ઈસમ મોઢું દબાવીને પડાવની પાછળ આવેલા ખેતરમાં લઈ જઈ, માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી, ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.
પોતાની સાથે થયેલી આ ઘટનાથી ગભરાઈ રડતી રડતી પડાવવામાં આવી મોટા કાકાને સમગ્ર ઘટના જણાવી હતી. માસૂમ દીકરી સાથે રીતે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય, હાલત ગંભીર થઈ જતાં, કોસંબા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, દીકરીને સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ પોલીસે કોઈ અજાણ્યાએ દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હોય તેની શોધ આદરી હતી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તળાવની સામે આવેલી ઇન્દ્રજીત નામની કંપનીમાં એક ડ્રાઇવર દમણથી ગાડી લઈને આવ્યો હોય, તે ગાડી મૂકીને ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી પોલીસે આ છોકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની શંકા સાથે આ શંકાસ્પદની પોલીસ તપાસ કરતા એક જગ્યાએથી આ ડ્રાઇવરના સીસીટીવી મળી આવ્યા છે, જે કંપનીમાં ડ્રાઇવર અવારનવાર આવતો હોય એ કંપનીનો સંપર્ક નથી. ડ્રાઇવરની શોધખોળ આદરી છે. આ ઘટનાની જાણ થતા સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિત ડીવાયએસપી વનાર કોસંબા પીઆઇ એચ બી ગોહિલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી હાલ બાળકીની સારવાર સુરત સિવિલ હેઠમાં ચાલી રહી હોય અને તેની તબિયત સારી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.