Satya Tv News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ રેલવે ફાટક પર અકસ્માતની ઘટના બની હતી. અહીં માલગાડીએ એક કારને અડફેટે લઈને અંદાજીત 50 મીટર ઢસડી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુક્શાન થયું હતું, જયારે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચથી સુરત વચ્ચે ડી.એફ.સી.સી. માટે બની રહેલા રેલવે ટ્રેક ઉપર સોમવારે રાતે ફૂડસદ ફાટક નજીક હરિયાણા પાર્સિગની સ્વિફ્ટ કાર લઈને ચાલક ઉભો હતો. તે દરમિયાન કોરીડોરની કામગીરી માટે સાયણથી કીમ માલગાડી જેવી ખુલ્લી ટ્રેનમાં રેલવે પાટા નીચે સિમેન્ટના બ્લોક વહન કરી ટ્રેન પરત કીમ તરફ આવી રહી હતી. ત્યારે ટ્રેક ઉપર કોઈ કર્મચારી અથવા દિશાસૂચક ચેઈન કે સાંકળ બાંધેલી ના હોવાથી રિવર્સ આવી રહેલી ટ્રેને કારને અડફેટે લીધી હતી.

રેલવે ટ્રેક પર કારની નજીક ટ્રેન આવી જતી કારચાલક ગભરાઈ ગયો હતો અને કાર રેલવે ટ્રેકથી બહાર આવી શકે તેમ નહોતી. આ દરમિયાન કારચાલકે સમય સુચકતા વાપરી બાહર નીકળી ગયો હતો, જેને લઇ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. કારચાલક કુલદીપ ભાઈએ જણાવ્યું હતું કે, અહીં ગાડી ઉભી હતી તે દરમિયાન ટ્રેન રિવર્સ આવીને ગાડીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું છે.

error: