નેત્રંગમાં પ્રાથમિક શાળાના થવા બ્રાન્ચ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો
ધો.૮ નો વિદાય સમારંભ ૨૦૨૨-૨૩ યોજાયો
પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો
શાળાના બાળકો આગળ પણ સિદ્ધિઓ હાંસલ કરે એવી પાઠવી શુભેચ્છા
સ્પર્ધામાં સારા માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપ્યા
નેત્રંગ:તા.૧૧ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે વાર્ષિક ઉત્સવની તેમજ ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિધાય સમારંભ ૨૦૨૨-૨૩ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદઘાટક અને મુખ્ય અતિથિ એવા નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશ વસાવા દ્વારા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશ વસાવા દ્વારા શાળાનાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધવા તેમજ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો, તેમજ શાળાનાં વખાણ કર્યા હતા અને આવર નવાર આ શાળાના બાળકો સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે અને આગળ પણ સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છા પાઠવી હતી, તેમજ શાળા પરિવારને આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી માધવસિંહ વસાવા દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરવામાં આવી હતી
આ રંગારંગ કાર્યક્રમમાં શાળા ના બાળકો દ્વારા પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત, ક્લાસિકલ ડાન્સ,નાટક સહિત નૃત્યની એક થી એક ચઢીયાતી કૃતિઓએ સૌના મન મોહી લીધા હતા. બાળકોને ઉપસ્થિત મહેમાનો દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમજ શાળા ની અનેક પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર તેમજ એકમ કસોટી તેમજ અનેક સ્પર્ધામાં સારા માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ સાથે સાથે ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.શાળા પરિવાર એ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી. એસએમસી તથા પધારેલ સૌએ સમગ્ર કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી શાળા પરિવાર અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં બાળકો,વાલીઓ અને તમામ શાળા પરિવારે અલ્પાહાર લઈ છુટા પડ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી નેત્રંગ