વાલિયામાં સિવિલ કોર્ટ પાસેથી પસાર મારુતિ વાને બાઈક સવારને લીધી અડફેટમાં
સીલુંડી ગામમાં જતા બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ઈજાઓ પહુંચી
ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા
વાલિયાની સીલુંડી ચોકડથી ગામમાં જતા માર્ગ ઉપર સિવિલ કોર્ટના નાળા પાસે મારુતિ વાન ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા તેઓને ઈજાઓ પહોંચી હતી
વાલિયા તાલુકાના શિર ગામના ખાડી ફળિયામાં રહેતા વિકેશ મંગેશ વસાવા તેઓની પત્ની સાથે ગત તારીખ-૯મી એપ્રિલના રોજ સવારે અંકલેશ્વર ખાતે અભ્યાસ કરતા તેઓના બાળકોને મળવા ગયા હતા જેઓ ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વાલિયાની સીલુંડી ચોકડીથી વાલિયા ગામમાં આવતા માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વેળા સિવિલ કોર્ટના નાળા પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ મારુતિ વાન નંબર-જી.જે.૦૫.જી.બી.૦૦૧૪ના ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા તેઓ માર્ગ ઉપર ફંગોળાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત દંપતીને પ્રથમ વાલિયાના સામુહિક કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા